Thursday, March 19, 2026

भारतीय डाक विभाग द्वारा '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया ने किया शुभारंभ

भारतीय डाक विभाग द्वारा  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का शुभारंभ केंद्रीय संचार एवं पूर्वोत्तर क्षेत्र विकास मंत्री  श्री ज्योतिरादित्य एम. सिंधिया द्वारा संचार राज्य मंत्री डॉ. चंद्रशेखर पेम्मासानी, सचिव (डाक) सुश्री वंदिता कौल, महानिदेशक डाक श्री जितेंद्र गुप्ता की उपस्थिति में 17 मार्च, 2026 को नई दिल्ली में किया गया। यह सेवाएँ प्रथम चरण में देश के 6 प्रमुख महानगरों—दिल्ली, मुंबई, चेन्नई, कोलकाता, बेंगलुरु एवं हैदराबाद—में उपलब्ध कराई जाएंगी, जहाँ 24 से 48 घंटे के भीतर स्पीड पोस्ट वितरण की सुनिश्चित गारंटी होगी। शुभारंभ कार्यक्रम का लाइव टेलीकास्ट किया गया। 




गुजरात परिमंडल के चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर, उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव, निदेशक डाक सेवाएँ श्री सुरेख रेघुनाथेन और अन्य अधिकारियों ने क्षेत्रीय कार्यालय, अहमदाबाद में इसे स्पीड पोस्ट और पार्सल से जुड़े तमाम ग्राहकों, कॉरपोरेट व विभागीय प्रतिनिधियों के साथ देखा और उनसे संवाद भी किया।  इस अवसर पर एक कस्टमर मीट का भी आयोजन किया गया, जिसमें  प्रवर अधीक्षक, रेल डाक सेवा श्री पियूष रजक और प्रवर अधीक्षक, अहमदाबाद सिटी मंडल श्री चिराग मेहता ने पॉवर प्वाइंट प्रेजेंटेशन के माध्यम से लोगों को डाक विभाग द्वारा किये जा नवाचार के बारे में जानकारी दी।

इस दौरान, चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर ने तमाम कॉरपोरेट ग्राहकों और विभिन्न विभागों के प्रतिनिधियों से संवाद के दौरान कहा कि,  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवा के माध्यम से ग्राहकों को तेज, विश्वसनीय एवं समयबद्ध डिलीवरी का लाभ मिलेगा। इंडिया पोस्ट ने अत्यावश्यक एवं समय-संवेदी प्रेषणों के लिए तीन प्रीमियम, समयबद्ध स्पीड पोस्ट सेवाओं की शुरुआत की है। रविवार और छुट्टियों के दिन भी डाक विभाग द्वारा इनका वितरण किया जायेगा। '24 स्पीड पोस्ट' सेवा के तहत तत्काल और समयबद्ध शिपमेंट के लिए अगले दिन वितरण की गारंटी प्रदान की जा रही है। इसके साथ ही, 24 और 48 स्पीड पोस्ट सेवाएं समर्पित प्रोसेसिंग विंडो और प्राथमिकता वाले हवाई परिवहन के माध्यम से सुनिश्चित डी+1 और डी+2 वितरण समय-सीमा प्रदान की जाएगी। यह पहल डाक विभाग की प्रीमियम सेवाओं को और अधिक सशक्त बनाने की दिशा में महत्वपूर्ण कदम  है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि भारतीय डाक ने 1 अगस्त, 1986 को पत्रों और पार्सलों की समयबद्ध, कुशल और सुरक्षित डिलीवरी के लिए स्पीड पोस्ट सेवा की शुरुआत की थी। चार दशकों के इस सफर में यह प्रीमियम सेवा अब टेक्नोलॉजी-ड्रिवन और सबसे तेज़ डिलीवरी वाली सेवा बन गई है।माननीय केंद्रीय संचार मंत्री द्वारा आरंभ  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवा में ओटीपी आधारित सुरक्षित वितरण, एसएमएस अलर्ट के साथ एंड-टू-एंड ट्रैकिंग, व्यावसायिक ग्राहकों के लिए बीएनपीएल सुविधा, बल्क बुकिंग के लिए नि:शुल्क पिकअप, एपीआई इंटीग्रेशन और केंद्रीकृत बिलिंग जैसी सुविधाएं भी सम्मिलित हैं। साथ ही, सेवा में विलंब होने की स्थिति में मनी-बैक गारंटी का प्रावधान किया गया है, जो इंडिया पोस्ट की प्रीमियम एक्सप्रेस डिलीवरी क्षमताओं को और अधिक सुदृढ़ बनाता है। इसके अंतर्गत '24 स्पीड पोस्ट' में न्यूनतम 50 ग्राम और '24 स्पीड पोस्ट पार्सल' में न्यूनतम 500 ग्राम तक के पार्सल स्वीकार किये जायेंगे।

इस अवसर पर सहायक निदेशक श्री अल्पेश शाह, श्री वी.एम. वहोरा, श्री रितुल गांधी, डिप्टी अधीक्षक श्री दर्शन तपस्वी, सहायक अधीक्षक सुश्री किंजल शाह, सुश्री प्रेयल शाह, श्री जीनेश पटेल, श्री रमेश पटेल, श्री रोनक शाह, श्री भाविन प्रजापति, डाक निरीक्षक सुश्री पायल पटेल, योगेन्द्र राठोड, मार्केटिंग एक्जीक्यूटिव श्री दिपल महेता, सहित तमाम अधिकारी और विभिन्न कॉरपोरेट संस्थानों, विभागों के प्रतिनिधि शामिल हुए।

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા શુભારંભ

પ્રથમ તબક્કામાં દેશના 6 મુખ્ય મહાનગરો—દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ—માં 24 થી 48 કલાકમાં સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વક વિતરણ સુવિધા ઉપલબ્ધ

ગુજરાતના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર અને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગ્રાહકો, કોર્પોરેટ તથા વિભાગીય પ્રતિનિધિઓ સાથે મળીને ‘24 સ્પીડ પોસ્ટ’ના શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું અને તેમની સાથે કર્યો સંવાદ

 ભારતીય ડાક વિભાગ તરફથી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો શુભારંભ કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વ ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા સંચાર રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, સચિવ (ડાક) સુશ્રી વંદિતા કૌલ અને મહાનિદેશક ડાક શ્રી જિતેન્દ્ર ગુપ્તાની ઉપસ્થિતિમાં 17 માર્ચ, 2026 ના રોજ નવી દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. આ સેવાઓ પ્રથમ તબક્કામાં દેશના 6 મુખ્ય મહાનગરો—દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ—માં શરૂ કરવામાં આવ્યું, જ્યાં 24 થી 48 કલાકમાં સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વક વિતરણ કરી આપવામાં આવશે. શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું. ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ, નિદેશક ડાક સેવાઓ શ્રી સુરેખ રઘુનાથન અને અન્ય અધિકારીઓએ અમદાવાદ સ્થિત ક્ષેત્રીય કાર્યાલય માં આ કાર્યક્રમને સ્પીડ પોસ્ટ અને પાર્સલ સાથે જોડાયેલા ગ્રાહકો, કોર્પોરેટ અને વિભાગીય પ્રતિનિધિઓ સાથે મળીને નિહાળ્યો અને તેમની સાથે સંવાદ પણ કર્યો. આ પ્રસંગે કસ્ટમર મીટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવર અધિક્ષક, રેલ ડાક સેવા શ્રી પિયૂષ રજક અને પ્રવર અધિક્ષક, અમદાવાદ સિટી વિભાગ શ્રી ચિરાગ મહેતાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડાક વિભાગના નવાચાર ની માહિતી આપી.

આ દરમિયાન, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે કોર્પોરેટ ગ્રાહકો અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે સંવાદ દરમિયાન જણાવ્યું કે ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓ દ્વારા ગ્રાહકોને ઝડપી, વિશ્વસનીય અને સમયબદ્ધ વિતરણનો લાભ મળશે. ઇન્ડિયા પોસ્ટે અતિ આવશ્યક અને સમય-સંવેદનશીલ પ્રેષણો માટે ત્રણ પ્રીમિયમ, સમયબદ્ધ સ્પીડ પોસ્ટ સેવાઓ શરૂ કરી છે. રવિવાર અને રજાના દિવસોમાં પણ આ સેવાઓનું વિતરણ કરવામાં આવશે. ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા હેઠળ તાત્કાલિક અને સમયબદ્ધ શિપમેન્ટ માટે બીજા જ દિવસે વિતરણની ખાતરી આપવામાં આવે છે. ઉપરાંત, 24 અને 48 સ્પીડ પોસ્ટ સેવાઓ સમર્પિત પ્રોસેસિંગ વિન્ડો અને પ્રાથમિકતા આધારિત હવાઈ પરિવહન દ્વારા અનુક્રમે ડી+1 અને ડી+2 સમયમર્યાદામાં વિતરણ સુનિશ્ચિત કરશે. આ પહેલ ડાક વિભાગની પ્રીમિયમ સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.


પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ડાક વિભાગે 1 ઓગસ્ટ, 1986ના રોજ પત્રો અને પાર્સલના  સમયબદ્ધ, કાર્યક્ષમ અને સુરક્ષિત વિતરણ માટે સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરી હતી. ચાર દાયકાના આ સફરમાં આ પ્રીમિયમ સેવા હવે ટેક્નોલોજી આધારિત અને ઝડપી વિતરણ સેવા બની ગઈ છે. માનનીય કેન્દ્રીય સંચાર મંત્રી દ્વારા શરૂ કરાયેલી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓમાં ઓટીપી આધારિત સુરક્ષિત વિતરણ, એસએમએસ એલર્ટ સાથે એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ, વ્યાવસાયિક ગ્રાહકો માટે બીએનપીએલ સુવિધા, બલ્ક બુકિંગ માટે નિ:શુલ્ક પિકઅપ, એપિઆઇ ઇન્ટિગ્રેશન અને કેન્દ્રીકૃત બિલિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, સેવામાં વિલંબ થવા પર મની-બેક ગેરંટીની પણ વ્યવસ્થા છે, જે ઇન્ડિયા પોસ્ટની પ્રીમિયમ એક્સપ્રેસ વિતરણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે. આ સેવાઓ હેઠળ ‘24 સ્પીડ પોસ્ટ’ માટે ઓછામાં ઓછા 50 ગ્રામ અને ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ માટે ઓછામાં ઓછા 500 ગ્રામ સુધીના પાર્સલ સ્વીકારવામાં આવશે.

આ પ્રસંગે સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ, શ્રી વી.એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, ડેપ્યુટી અધિક્ષક શ્રી દર્શન તપસ્વી, સહાયક અધિક્ષક સુશ્રી કિંજલ શાહ, સુશ્રી પ્રેયલ શાહ, શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, ડાક નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, યોગેન્દ્ર રાઠોડ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી દીપલ મહેતા સહિત અન્ય અધિકારીઓ તથા વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ અને વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Union Minister of Communications Shri Jyotiraditya M. Scindia launched India Post’s ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ Services

Assured 24 to 48 Hour Speed Post delivery to be available across Six major cities in the First Phase, —Delhi, Mumbai, Chennai, Kolkata, Bengaluru and Hyderabad

Chief Postmaster General of Gujarat Ganesh V. Sawaleshwarkar and Postmaster General Krishna Kumar Yadav watched Live Telecast of ‘24 Speed Post’ launch along with various customers at Ahmedabad

Department of Posts launched the ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services on March 17, 2026, in New Delhi, by Union Minister of Communications and Development of North Eastern Region Shri Jyotiraditya M. Scindia in the presence of Minister of State for Communications Dr. Chandrasekhar Pemmasani, Secretary (Posts) Ms. Vandita Kaul and Director General (Posts) Shri Jitendra Gupta. In the first phase, these services will be made available across six major cities—Delhi, Mumbai, Chennai, Kolkata, Bengaluru and Hyderabad—ensuring guaranteed delivery of Speed Post within 24 to 48 hours. The launch programme was also live telecast. Chief Postmaster General of Gujarat Circle, Shri Ganesh V. Sawaleshwarkar, Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav, Director of Postal Services Shri Surekha Reghunathen and other officers watched the live telecast at the Regional Office, Ahmedabad along with various customers, corporate clients and representatives of various Government departments, associated with Speed Post and Parcel services, and also interacted with them. On this occasion, a customer meet was also organized, where Senior Superintendent, Railway Mail Service Shri Piyush Rajak and Senior Superintendent, Ahmedabad City Division Shri Chirag Mehta make a Power Point presentation about the innovations undertaken by the Department of Posts.

During the interaction with customers and representatives of various departments, Chief Postmaster General Ganesh V. Sawaleshwarkar said that the ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services will provide customers with faster, reliable and time-bound delivery. India Post has launched three premium, time-bound Speed Post services for urgent and time-sensitive consignments. These will also be delivered on Sundays and holidays by India Post. Under the ‘24 Speed Post’ service, next-day delivery (D+1) is guaranteed for urgent and time-sensitive consignments. Along with this, the 24 and 48 Speed Post services will provide assured D+1 and D+2 delivery timelines, enabled through dedicated processing windows and priority air transmission. This initiative marks a significant step towards further strengthening the premium service of the Department of Posts.

Postmaster General Shri Krishna Kumar Yadav said that India Post introduced the Speed Post service on August 1, 1986, for time-bound, efficient and secure delivery of letters and parcels. Over the past four decades, this premium service has evolved into a technology-driven and one of the fastest delivery services. The ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services launched by the India Post include features such as OTP-based secure delivery, end-to-end tracking with SMS alerts, BNPL facility for business customers, free pickup for bulk bookings, API integration and centralized billing, along with a money-back guarantee in case of delay, further strengthening India Post’s premium express delivery capabilities. Under these services, a minimum weight of 50 grams will be accepted for ‘24 Speed Post’ and 500 grams for ‘24 Speed Post Parcel’.

On this occasion, Assistant Director Shri Alpesh Shah, Shri V.M. Vahora and Shri Ritul Gandhi, Dy. Superintendent RMS Shri Darshan Tapasvi, Assistant Superintendent Ms. Kinjal Shah, Ms. Preyal Shah, Shri Jinesh Patel, Shri Ramesh Patel, Shri Ronak Shah and Shri Bhavin Prajapati; Postal Inspector Ms. Payal Patel and Shri Yogendra Rathod, Marketing Executive Shri Dipal Mehta, along with other officials and representatives from various corporate institutions and departments, were present.






भारतीय डाक विभाग द्वारा '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया ने किया शुभारंभ

प्रथम चरण में देश के 6 प्रमुख महानगरों—दिल्ली, मुंबई, चेन्नई, कोलकाता, बेंगलुरु एवं हैदराबाद—में उपलब्ध होंगी 24 से 48 घंटे के भीतर स्पीड पोस्ट की सुनिश्चित वितरण सुविधा

गुजरात के चीफ पोस्टमास्टर जनरल  गणेश वी. सावळेश्वरकर, पोस्टमास्टर जनरल  कृष्ण कुमार यादव ने तमाम ग्राहकों, कॉरपोरेट व विभागीय प्रतिनिधियों के साथ देखा '24 स्पीड पोस्ट' शुभारंभ कार्यक्रम का लाइव टेलीकास्ट, ग्राहकों के साथ किया संवाद

No comments: