डाक-टिकट संग्रह (फिलैटली) को शिक्षा प्रणाली की मुख्यधारा में लाने और प्रोत्साहन देने के उद्देश्य से डाक विभाग द्वारा विद्यार्थियों के लिए "दीन दयाल स्पर्श योजना" (स्कॉलरशिप फॉर प्रमोशन ऑफ एप्टीट्यूड एंड रिसर्च इन स्टैम्प्स ऐज ए हॉबी) छात्रवृत्ति दी जाएगी। इस सम्बन्ध में जानकारी देते हुए उत्तरी गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि वर्ष 2017 से कक्षा 6 से 9 तक के जेन अल्फ़ा पीढ़ी के बच्चों के लिए आरम्भ इस योजना में उन मेधावी विद्यार्थियों को 6000/- रूपये वार्षिक छात्रवृत्ति प्रदान करने का प्रस्ताव है, जिनका शैक्षणिक रिकार्ड अच्छा है और जिन्होंने शौक के तौर पर फिलैटली को अपनाया है। इस छात्रवृत्ति योजना में लाभार्थियों के चयन हेतु आयोजित होने वाली परीक्षा में सम्मिलित होने के लिए निर्धारित प्रारूप में आवेदन की अंतिम तिथि 10 सितम्बर निर्धारित है।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इसके तहत अखिल भारतीय स्तर पर प्रत्येक डाक परिमंडल कक्षा 6, 7, 8, और 9 के 10-10 विद्यार्थियों को, अधिकतम 40 छात्रवृत्तियाँ प्रदान करेगा। छात्रवृत्ति की राशि, 500/- रूपये प्रतिमाह की दर से 6000/- रूपये प्रतिवर्ष होगी, जो कि तिमाही आधार पर देय होगी। पोस्टमास्टर जनरल श्री यादव ने कहा कि छात्रवृत्ति की अहर्ता हेतु भारत में मान्यता प्राप्त विद्यालय का विद्यार्थी होना चाहिए। संबंधित विद्यालय का फिलैटली क्लब होना चाहिए और उम्मीदवार क्लब का सदस्य होना चाहिए। यदि विद्यालय में फिलैटली क्लब स्थापित नहीं है, तो ऐसे विद्यालय के उस विद्यार्थी के नाम पर भी विचार किया जा सकता है, जिसका अपना फिलैटली जमा खाता संचालित हो। फिलैटली डिपोजिट खाता डाकघर में न्यूनतम 200 रुपये से खोला जा सकता है। छात्रवृत्ति देने लिए चयन करते समय इस बात का ध्यान रखा जाए कि उम्मीदवार ने विगत अंतिम परीक्षा में कम से कम 60 प्रतिशत अंक अथवा समकक्ष ग्रेड/ग्रेड प्वांइट प्राप्त किए हों। अनुसूचित जाति/अनुसूचित जनजाति के उम्मीदवारों के लिए 5 प्रतिशत की छूट होगी।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि छात्रवृत्ति हेतु पहले मंडलीय स्तर पर लिखित क्विज़ का आयोजन 27 सितंबर को किया जाएगा, जिसमें 50 बहुविकल्पीय प्रश्न पूछे जाएंगे। इसमें सफल विद्यार्थियों को अंतिम चयन हेतु नवंबर माह के प्रथम सप्ताह तक 16 डाक टिकटों के साथ अधिकतम 500 शब्दों में एक फिलेटली प्रोजेक्ट जमा करना होगा। इसके लिए परिमंडल स्तर पर डाक अधिकारी और प्रतिष्ठित फिलैटलीविदों की एक समिति भी गठित की जाएगी। अंतिम रिजल्ट 01 दिसंबर, 2026 को घोषित किया जायेगा। चयनित विद्यार्थियों को, पोस्ट ऑफिस अथवा इंडिया पोस्ट पेमेंट्स बैंक में अपने अभिभावकों के साथ एक संयुक्त खाता खुलवाना होगा।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस छात्रवृत्ति का उद्देश्य जेन अल्फ़ा पीढ़ी के युवाओं में छोटी आयु से ही फिलैटली के शौक को इस प्रकार बढ़ावा देना है, ताकि यह रूचिकर कार्य, उन्हें सुकून भरा अनुभव और तनाव-मुक्त जीवन प्रदान करने के साथ-साथ उनके लिए शिक्षाप्रद भी सिद्ध हो। ‘दीन दयाल स्पर्श योजना’ विद्यार्थियों के इस शौक को प्रोत्साहन देने के साथ-साथ उनकी प्रतिभा को छात्रवृत्ति के माध्यम से सम्मानित करने का एक सार्थक प्रयास है।
ડાક-ટિકિટ પ્રત્યે રુચિ અને સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવા માટે ‘દીન દયાલ સ્પર્શ યોજના’ હેઠળ ટપાલ વિભાગ આપશે શિષ્યવૃત્તિ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
‘દીન દયાલ સ્પર્શ યોજના’ હેઠળ મેધાવી વિદ્યાર્થીઓને ટપાલ વિભાગ દ્વારા વાર્ષિક રૂ. 6,000ની શિષ્યવૃત્તિ; અરજી કરવાની અંતિમ તારીખ 10 સપ્ટેમ્બર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ડાક-ટિકિટ સંગ્રહ (ફિલેટલી)ને શિક્ષણ પ્રણાલીની મુખ્યધારામાં લાવવા અને તેને પ્રોત્સાહન આપવાના હેતુથી ડાક વિભાગ દ્વારા “દીન દયાલ સ્પર્શ યોજના” (સ્કોલરશિપ ફોર પ્રમોશન ઓફ એપ્ટિટ્યુડ એન્ડ રિસર્ચ ઇન સ્ટેમ્પ્સ એઝ અ હોબી) હેઠળ જેન આલ્ફા વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે વર્ષ 2017થી ધોરણ 6થી 9ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી આ યોજનામાં સારા શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા અને શોખ તરીકે ફિલેટલી અપનાવનાર મેધાવી વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 6,000ની શિષ્યવૃત્તિ આપવાની જોગવાઈ છે. આ શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભાર્થીઓની પસંદગી માટે યોજાનારી પરીક્ષામાં ભાગ લેવા માટે નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવાની અંતિમ તારીખ 10 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ સમગ્ર ભારતના દરેક પોસ્ટલ સર્કલ કાર્યાલય દ્વારા ધોરણ 6, 7, 8 અને 9ના 10-10 વિદ્યાર્થીઓને, એટલે કે મહત્તમ 40 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. શિષ્યવૃત્તિની રકમ દર મહિને રૂ. 500, એટલે કે વાર્ષિક રૂ. 6,000 રહેશે, જે ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવશે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ માટે પાત્ર બનવા માટે વિદ્યાર્થી ભારતની માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. સંબંધિત શાળામાં ફિલેટલી ક્લબ હોવો જોઈએ અને ઉમેદવાર તે ક્લબનો સભ્ય હોવો જોઈએ. જો શાળામાં ફિલેટલી ક્લબ સ્થાપિત ન હોય, તો એવી શાળાના તે વિદ્યાર્થીના નામ પર પણ વિચારણા કરી શકાય છે, જેના પોતાના નામે ફિલેટલી ડિપોઝિટ ખાતું સંચાલિત થતું હોય. ફિલેટલી ડિપોઝિટ ખાતું પોસ્ટ ઓફિસમાં ઓછામાં ઓછા રૂ. 200ની રકમથી ખોલી શકાય છે. શિષ્યવૃત્તિ માટે ઉમેદવારોની પસંદગી કરતી વખતે એ બાબતનું ધ્યાન રાખવામાં આવશે કે ઉમેદવારે અગાઉની અંતિમ પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ અથવા સમકક્ષ ગ્રેડ/ગ્રેડ પોઇન્ટ મેળવ્યા હોય. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના ઉમેદવારોને 5 ટકાની છૂટછાટ આપવામાં આવશે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ માટે પ્રથમ તબક્કામાં મંડળીય સ્તરે લેખિત ક્વિઝનું આયોજન 27 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે, જેમાં 50 બહુવિકલ્પીય પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં સફળ થનાર વિદ્યાર્થીઓએ અંતિમ પસંદગી માટે નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં 16 ડાક-ટિકિટો સાથે મહત્તમ 500 શબ્દોમાં ફિલેટલી પ્રોજેક્ટ જમા કરાવવાનો રહેશે. આ માટે પરિમંડળ સ્તરે ડાક અધિકારીઓ અને પ્રતિષ્ઠિત ફિલેટલિસ્ટોની એક સમિતિ પણ રચવામાં આવશે. અંતિમ પરિણામ 01 ડિસેમ્બર, 2026ના રોજ જાહેર કરવામાં આવશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓએ પોસ્ટ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં પોતાના માતા-પિતા સાથે સંયુક્ત ખાતું ખોલાવવું પડશે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે આ શિષ્યવૃત્તિનો હેતુ જેન આલ્ફા પેઢી ના બાળકોમાં નાની ઉંમરથી જ ફિલેટલીના શોખને પ્રોત્સાહન આપવાનો છે, જેથી આ રસપ્રદ પ્રવૃત્તિ તેમને આનંદદાયક અનુભવ અને તણાવમુક્ત જીવન પ્રદાન કરવાની સાથે તેમના માટે શૈક્ષણિક પણ સાબિત થાય. ‘દીન દયાલ સ્પર્શ યોજના’ જેન આલ્ફા વિદ્યાર્થીઓમાં ફિલેટલીના શોખને પ્રોત્સાહન આપવા સાથે તેમની પ્રતિભાને શિષ્યવૃત્તિ દ્વારા સન્માનિત કરવાનો એક સાર્થક પ્રયાસ છે.
Department of Posts to award scholarships under ‘Deen Dayal SPARSH Yojana’ to promote students’ interest in Philately and Research– Postmaster General Krishna Kumar Yadav
Meritorious Students to receive annual scholarship of ₹6,000 under ‘Deen Dayal SPARSH Yojana’; last date to apply is September 10– Postmaster General Krishna Kumar Yadav
With the objective of bringing Philately into the mainstream of the education system and encouraging it among students, Department of Posts will provide scholarships to Gen Alpha students under the “Deen Dayal SPARSH Yojana” (Scholarship for Promotion of Aptitude and Research in Stamps as a Hobby). Postmaster General, North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav, said that the scheme, launched in 2017 for students of Classes VI to IX, proposes to provide an annual scholarship of ₹6,000 to meritorious students who have a good academic record and have adopted Philately as a hobby. The last date for submission of applications in the prescribed format to appear in the examination conducted for the selection of beneficiaries under this scholarship scheme is 10 September 2026.
Postmaster General Shri Krishna Kumar Yadav said that, under the scheme, each Postal Circle across India will award 10 scholarships each to students of Classes VI, VII, VIII and IX, totalling a maximum of 40 scholarships. The scholarship amount will be ₹ 6000/- per annum, payable at a rate of ₹500 per month on a quarterly basis. Postmaster General Shri Krishna Kumar Yadav added that, to be eligible for the scholarship, the student must be enrolled in a recognised school in India. The concerned school should have a Philately Club, and the candidate should be a member of the club. In case the school Philately Club has not established, a student having his own Philately Deposit Account may also be considered. A Philately Deposit Account can be opened at a Post Office with a minimum deposit of ₹200. While selecting candidates for the scholarship, it will be ensured that the candidate must have scored at least 60% marks or equivalent grade/ grade point in recent final exam. There will be 5% relaxation in marks for SC/ST.
Postmaster General Shri Krishna Kumar Yadav informed that, for the scholarship, a written quiz will first be conducted at the Divisional level on 27 September, comprising 50 multiple-choice questions. Students who qualify in the quiz will be required to submit a Philately Project of not more than 500 words, along with 16 postage stamps, by the first week of November for final selection. For this purpose, a committee comprising postal officials and eminent philatelists will also be constituted at the Circle level. The final results will be declared on 1 December 2026. The selected students will be required to open a joint account with their parents at a Post Office or India Post Payments Bank.
Postmaster General Shri Krishna Kumar Yadav said that the objective of this scholarship is to encourage children to develop the hobby of Philately from an early age in Gen Alpha So that this engaging and meaningful activity provides them with a relaxing, stress-free, and educational experience. ‘Deen Dayal SPARSH Yojana’ is a meaningful initiative to encourage the hobby of Philately among Gen Alpha students and recognise their talent through scholarships.
डाक-टिकटों के प्रति अभिरूचि व शोध कार्य हेतु "दीन दयाल स्पर्श योजना" छात्रवृत्ति देगा डाक विभाग- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव
'दीन दयाल स्पर्श योजना' में मेधावी विद्यार्थियों को डाक विभाग द्वारा 6000/- रूपये वार्षिक छात्रवृत्ति, आवेदन की अंतिम तिथि 10 सितम्बर- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव








No comments:
Post a Comment